દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવનો વધુ એક વખત શૂન્ય ફિગર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો વધુ એક વખત શૂન્ય ફિગર આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ મંગળવારે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તમામ ચાર તાલુકાઓમાં ઝીરો પોઝિટિવ કેસ વચ્ચે ડિસ્ચાર્જ પણ એકેય દર્દીને જાહેર કરાયા નથી. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 190, ભાણવડ તાલુકામાં 109, કલ્યાણપુર તાલુકામાં 31 અને દ્વારકા તાલુકામાં 48 મળી આજે કુલ 379 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.