દ્વારકા ભાજપ અગ્રણી દ્વારા કામદાર મહિલાઓનું શાલ ઓઢાડી સન્માન

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા ખાતે દ્વારકા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સફાઈ કામદાર મહિલાઓને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દ્વારકા ખાતે કોઈપણ જ્ઞાતિના ગરીબ પરિવાર હોય, જાતનાત જોયા વગર હરહમેશ જરુરીયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે તત્પરતા દાખવનાર અને સાહસી મહિલા તરીકે ઓખા દ્વારકા વિસ્તારમાં જેની ખાસ કરીને મહિલાઓમા લોકચાહના છે તે અન્ય કોઈ નહિ પણ દ્વારકા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન કાપડી દ્વારા વિશ્વ મહિલા દિવસ હોવાથી ગઈકાલે તારીખ 8/3/2022 ના દિવસે દ્વારકામાં જે-તે વિસ્તારની સફાઈ કામદાર મહિલાઓને શાલ ઓઢાડીને ખેસ પહેરાવીને તેમને સન્માનિત કરવામાં આવેલ હતા.

કોરોના કાળમાં કોરોના વોરિયર્સ તરીકે એ સફાઈ કામદારોનો પણ સિંહ ફાળો હતો. આમ તો અન્ય સંમેલન તો ઘણી વખત થતાં હોય છે પણ આ સંમેલન કઈક અલગ જ કહી શકાય. કુલ 50 મહિલા કામદાર બહેનોને અનિતાબેન કાપડી દ્વારા સાડીઓ અર્પણ કરવામાં આવી હતી. તે સમયે મહિલા કામદારો આવો પોતાનો પ્રથમ વખત સન્માન થતો જોઇને રીતસરની ભાવવિભોર થઈ ગયેલ અને અનિતાબેન કાપડીને આશીર્વાદનો વરસાદ કરેલ હતો. ખાસ અતિથિ તરીકે દ્વારકા તાલુકાના ભાજપ પ્રમુખ વરજાગભા જેઠાભા માણેક, દ્વારકા તાલુકા ભાજપના મહામંત્રી ધનાભા જડીયા સાથે મહિલા અતિથિ તરીકે પુષ્પાબેન બાંભણીયા અને મનિષાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.