દ્વારકામાં મહિલા યોગ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા યોગ કેન્દ્ર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકા શહેરમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી મહિલા યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. જેમા મહેમાન તરીકે નીતાબેન ઠાકરાર, નયનાબા રાણા, ડો. ચાંદનીબેન અને લોહાણા મહિલા મંડળના સભ્યો હાજર રહ્યા હતા. જેની અંદર ફેશન શો, ઝુમ્બા ડાન્સ, ડોઝબોલ વગેરેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર આયોજનનુ સંચાલન યોગ ટ્રેનર પન્ના દાસાની, રેશમા ગોકાણી દ્વારા કરવામા આવ્યુ હતુ.