જામખંભાળીયાના ન્યારા પેટ્રોલ પંપમાં મહિલાઓને ચોકલેટ અપાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં આવેલ ન્યારા પેટ્રોલ પંપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પેટ્રોલ પંપમાં આવતી મહિલાઓને ચોકલેટ આપવામાં આવી હતી.

ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ન્યારા પેટ્રોલ પંપ (આંબલીયા ફયુલ સ્ટેશન) ખંભાળિયા દ્વારા પેટ્રોલ પંપમાં આવતી મહિલાઓનું ચોકલેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને કર્મચારીઓ દ્વારા ન્યારા પેટ્રોલ પંપમાં સારી રીતે પ્રકાશિત રિટેલ આઉટલેટ, મહિલાઓ માટે સ્વચ્છ અને હાઈજિન શૌચાલય, ફરજિયાત પ્રાથમિક સારવાર કીટ અને સ્વચ્છ પીવાનું પાણી પૂરી પાડવાની પ્રતિજ્ઞા કરી હતી.