સેલ્સ ટાર્ગેટ ટૂંકા સમયમાં પૂર્ણ કરવા બદલ યુવા કર્મચારીને એવોર્ડ પ્રાપ્ત થયો

(કુંજન રાડિયા) જામખંભાળિયા : રઘુવંશી સમાજ અને કાનાણી પરિવારનું ગૌરવ એવા ધવલ કાનાણીને વેસ્ટ ઝોનમાં સેલ્સ ટાર્ગેટ માત્ર 4 મહિનામાં પૂરો કરવા બદલ લીડ કંપની દ્વારા ગોવા મુકામે 1 રેન્ક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા રઘુવંશી અને કાનાણી પરિવારનું ગૌરવ એવા ધવલ મંગલદાસ કાનાણીએ તાજેતરમાં વેસ્ટ ઝોનમાં સેલ્સ ટાર્ગેટ માત્ર 4 મહિનામાં પૂરો કરવા બદલ લીડ કંપની દ્વારા ગોવા મુકામે 1 રેન્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ કંપનીના સ્થાપક સુમિત મહેતા દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આમ, ધવલભાઈ કાનાણીએ ફક્ત કાનાણી પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.

આ સિદ્ધિ બદલ સલાયા રઘુવંશી સમાજના અગ્રણી અને સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.