મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ લી.એ મહિલા દિને ‘દ્વારકેશ વિમેન ફેડરેશન’ની રચના કરી

નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓને બિરદાવવા ‘વિમેન ઓફ એક્સલન્સ’ એવોર્ડ શરુ કર્યો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ટીસીએસઆરડીએ ગ્રામીણ મહિલાઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાને પ્રેરિત કરવા અને ટેકો આપવા ‘દ્વારકેશ વિમેન ફેડરેશન’ની રચના કરી છે. તેમજ સમુદાયમાં નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓને બિરદાવવા ટીસીએસઆરડીનો વિમેન ઓફ એક્સલન્સ એવોર્ડ શરુ કર્યો છે.

મીઠાપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ના રોજ ટાટા કેમિકલ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (ટીસીએસઆરડી)એ દ્વારકા વિમેન ફેડરેશન બનાવ્યું હતું, મહિલાઓ વચ્ચે નાણાકીય ચાનિર્ભરતા વિકસાવવાની સાથે સુસંગત રીતે માઈક્રોફાઇનાન્સ સંસ્થા અત્યારે 26 સેલ્ફ હેલ્પ ગ્રુપ (એસએચજી)ના 3062 મહિલા સભ્યોને રેકો આપે છે. આ કાર્યક્રમ સાથે દ્વારકેશ વિમેન ફેડરેશનની છત હેઠળ એસએચજીના સભ્યોની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઉપલબ્ધિઓની ઉજવણી કરી હતી, જેનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તાલુકા પ્રમુખ ભારતી કેરએ, ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહિલ, દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડન્ટ મેનુફેક્ચરિંગ અને ફેક્ટરી મેનેજર શ્રી એન કામથ અને લેડીઝ ક્લબ ટાટા કેમિકલ્સ લિમિટેડના પ્રેસિડન્ટ રજની એન. કામથ તેમજ ટાટા કેમિકલ્સ લેડીઝ ક્લબના અન્ય સભ્યોની હાજરીમાં કર્યુ હતું.

આ કાર્યક્રમમાં દ્વારકેશ વિમેન ફેડરેશન દ્વારા ટીસીએસઆરડીના વિમેન ઓફ એક્સલન્સ એવોર્ડ”ની શરૂઆત થઈ હતી, જે દ્વારકાના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હોથલ વેગડને એનાયત થયો હતો, જે તેમના કોવિડ મહામારી દરમિયાન ખાસ કરીને મેડિસિન અને હેલ્થકેરના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે આપવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 2022 આ એવોર્ડનું પ્રથમ વર્ષ છે, ત્યારે ટીસીએસઆરડી સમુદાય માટે અસાધારણ પ્રદાન કરવા બદલ દ્વારકાની મહિલાઓનું છેલ્લા 15 વર્ષથી સન્માન કરે છે.

ટાટા કેમિકલ્સ લિમિટેડના એચઆર અને સીએસઆરના ચીફ નંદાએ કહ્યું હતું કે, “ટીસીએસઆરડીના કાર્યક્રમો સમુદાયના સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ પર ભાર મૂકે છે, મોટા ભાગના વ્યવસાયી ફંડના અભાવને આત્મનિર્ભર બનવા સંઘર્ષ કરી રહ્યા છે. અમને આ સમસ્યાનું સમાધાન થવાની અને મહિલાઓને દ્વારકેશ વિમેન ફેડરેશન દ્વારા તેમના ઉદ્યોગસાહસિકતાના પ્રયાસોમાં સફળતા મેળવવા મહિલાઓને પ્રોત્સાહન મળવાની આશા છે, અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ગણમાન્ય અતિથિઓના આભારી છીએ, જેમણે સમુદાયમાં મહિલાઓના આત્મવિશ્વાસ અને જુસ્સાને વધાર્યો છે.”

ટીસીએસઆરડી દ્વારા આયોજિત મહિલા દિવસના કાર્યક્રમોમાં 43 ગામોમાંથી આશરે 1800 ગ્રામીણ મહિલાઓ સહભાગી થઈ હતી, જેમાં ફેશન શૉ, રોલ પ્લે, નૃત્ય તથા વિવિધ પ્રતિભાઓ અને કુશળતાઓ દર્શાવવા એક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં હસ્તકળા, કટલેરી, ગેમ્સ વગેરે સામેલ હતી.

પોતાના રુરલ આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (આરઇડીપી) દ્વારા ટીસીએસઆરડીએ સમુદાયને વિસ્તૃત તાલીમ પ્રદાન કરે છે, જેમાં ફૂડ પ્રોસેસિંગની ટેકનિકો, ટેકનિકલ અને મિકેનિકલ ઇક્વિપમેન્ટ ઓપરેશન ઇન્સ્ટ્રક્શન, તેમજ સ્વચ્છતા અને સલામતીના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ સર્વસમાવેશક વ્યવસ્થાની તકો અને પ્રોત્સાહન પ્રદાન કરવાનો છે. આ તાલીમને પરિણામે ગયા વર્ષે ટીસીએસઆરડીએ દ્વારકેશ ફૂડ ફેડરેશનની સ્થાપના સફળતાપૂર્વક કરી છે, જેનું સંચાલન ઓખામંડળ જિલ્લાના 10 એસએચજીની મહિલાઓ કરે છે.