ભાણવડ સરકારી હોસ્પિટલમાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે મહિલાઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો.

ભાણવડ તાલુકા હેલ્થ ઓફીસરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભાણવડ સરાકારી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન અંતર્ગત ગાયનેક સબંધીત સમસ્યાઓ હોય તેવી મહિલાઓ, સગર્ભા સ્ત્રીઓ તથા ધાત્રી માતાઓની તપાસણી અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળીયાની ખાનગી ગાયનેક હોસ્પિટલ – શ્રીજી મેટરનીટી હોમના તબીબ ર્ડો.જાદવ દ્વારા સેવા આપવામાં આવી હતી તથા ૫૪ જેટલી સગર્ભા તથા ધાત્રી માતાઓને સગર્ભાવસ્થા દરમિયાન તથા ડિલિવરી સમયે અને ડિલિવરી બાદ કઈ કાળજી લેવી તે વિષયક માર્ગદર્શન આપવમાં આવ્યું હતું.

આ ઉપરાંત દરેક સ્ત્રીઓની આરોગ્ય તપાસણી અને નિદાન કરી યોગ્ય સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન અર્બન મેડિકલ ઓફિસર ર્ડો.સ્વાતિ સચદેવ તેમજ સી.એચ.સી ભાણવડના ર્ડો.ધારા સતાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું.