ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા પદયાત્રીઓના સામાનને રેડિયમ પટ્ટી લગાવાઈ

દ્વારકા જતા પદયાત્રીઓને અકસ્માત ન થાય તે માટેનું પગલું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા જતા પદયાત્રીઓને અકસ્માત ન થાય તે માટે ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા પદયાત્રીઓના સામાનને રેડિયમ પટ્ટી લગાવાઈ છે.

આગામી સપ્તાહમાં દ્વારકા ખાતે હોળી નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ઉજવણીને મનાવવા ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે.

હાલ ખંભાળિયા પંથકમાંથી દરરોજ ખૂબ મોટી સંખ્યામાં ચાલીને જતા યાત્રાળુઓ અહીં વિશ્રામ લે છે. દિવસ-રાત ચાલતા પદયાત્રિકોને ખાસ કરીને રાતના સમયે અંધારામાં કોઈ વાહન અકસ્માત ન નડે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દ્વારકા હાઈ-વે ઉપર જઈને આ યાત્રીઓના સામનામાં રેડિયમની પટ્ટીઓ લગાવવામાં આવી હતી. આ પટ્ટી રાત્રિના સમયે વાહનોના પ્રકાશમાં ચમકતી હોય, પદયાત્રીઓ સાથેનો સંભવિત અકસ્માત નિવારી શકાય છે.