સલાયાના “નૂરે અલ માસુમશા” નામના વહાણમાં અકસ્માતે આગ લાગતાં મધદરિયે જળસમાધિ લીધી

ઓમાનના સલાલા બંદરે માલ ભરવા જઈ રહેલા સલાયાના વહાણવટીની માલિકીના વહાણમાં સવાર 15 ખલાસી પૈકી 14નો બચાવ, 1 ખલાસી લાપતા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના “નૂરે અલ માસુમશા” નામના વહાણમાં અકસ્માતે આગ લાગતાં મધદરિયે જળસમાધિ લીધી હતી
તેમાં સવાર 15 ખલાસી પૈકી 14નો બચાવ અને 1 ખલાસી લાપતા થયો હોવાનું જાણવા મળ્યું છે.

સલાયાના અગ્રણી વહાણવટી આદમ ઇશાક સુંભણીયાની માલિકીનું અલ નૂરે માસૂમશા નામનું વહાણ જે 1400 ટનનું હતું. જેની અંદાજીત કિંમત 6 કરોડ જેટલી થાય છે. આ વહાણ માલ ખાલી કરી યમનના નિસ્તુન બંદરેથી ગુરુવારના સવારે ખાલી નીકળ્યું હતું. આ વહાણ ઓમાનના સલાલા બંદરે માલ ભરવા જતું હતું. આ વહાણમાં 15 ખલાસીઓ સવાર હતાં.

આ વહાણમાં અકસ્માતે ગુરુવારના રાત્રીના આગ લાગેલ હતી.અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આં વહાણના ખલાસી ભાઈઓને ઓમાનની નેવીએ રેસ્ક્યું કરી અને 14 ખલાસીઓને બચાવ્યા હતા.જ્યારે એક હમઝા ગની ચમડિયા નામનો ખલાસી લાપતા થયેલ હતો. આ વહાણએ મધદરિયે જળસમાધિ લીધી હતી. આ વહાણમાં આગ લાગી ડૂબવાના સમાચાર સલાયામાં મળતા વહાણવટી ભાઈઑ અને ગ્રામજનોમાં દુઃખની લાગણી પ્રસરી હતી.