ખંભાળિયા નજીક પોલીસ સ્ટાફ દ્વારા પદયાત્રીઓ માટે કેમ્પ ખુલ્લો મુકાયો

પોલીસ સ્ટાફની સેવાનો લાભ લેતા પદયાત્રીઓ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક પોલીસ સ્ટાફ દ્વારા પદયાત્રીઓ માટે કેમ્પ ખુલ્લો મુકાયો હતો. જેમાં પોલીસ સ્ટાફની સેવાનો અનેક પદયાત્રીઓએ લાભ લીધો હતો.

ફૂલડોલ ઉત્સવ પ્રસંગે દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓની સેવા અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ખંભાળિયાથી આશરે ત્રણ કિલોમીટર દૂર પાયલ હોટલ પાસે ખાસ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દ્વારકા જતા યાત્રાળુઓ માટે ચા, પાણી, નાસ્તો, છાશ તેમજ મેડીકલ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. એટલું જ નહીં, રાત્રી રોકાણ કરવા ઇચ્છતા પદયાત્રીઓ માટે ગાદલા સહિતનો સામાન પણ અહીં મૂકવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિ સાથેના આ કેમ્પનો લાભ દરરોજ મોટી સંખ્યામાં પદયાત્રીઓ લ્યે છે.