ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા આવતા પદયાત્રીઓની સુવિધા માટે ઠેર-ઠેર સેવાકીય કૅમ્પો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા ખાતે જગતમંદિરમાં શ્રીદ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓની સુવિધા માટે ઠેર-ઠેર સેવાકીય કૅમ્પો ધમધમી રહ્યા છે.

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે તીર્થનગરી દ્વારકા તરફ આવતા લાખો પદયાત્રીઓ માટે ઠેર-ઠેર સેવાકીય કૅમ્પો લગવવામાં આવ્યા છે. કાળિયા ઠાકોરના દર્શન આવતા પદયાત્રીઓને કોઈપણ જાતની મુશ્કેલીઓ ન પડે તે માટે સેવાકીય કૅમ્પો ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે ધમધમી રહ્યા છે. આ વિવિધ સેવાકીય કેમ્પોમાં ચા-નાસ્તો, શરબત, રહેવા, જમવા, આરામ કરવા સહીતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.