રાવલ હોમગાર્ડ યુનિટના જવાન વયમર્યાદાને કારણે નિવૃત થતા વિદાયમાન અપાયું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : રાવલ હોમગાર્ડ યુનિટના એક જવાનનું વયમર્યાદાને કારણે ફરજમાંથી નિવૃત થતા વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે રાવલ હોમગાર્ડ યુનિટમાં ફરજ નિભાવતા ખીમાભાઈ લાખાભાઈ મોરીએ વિવિધ ફરજો હોમગાર્ડમાં બજાવેલ હતી. જેવી કે ચૂંટણી ચૂંટણી બંદોબસ્ત, કોરોના બંદોબસ્ત, VIP બંદોબસ્ત, પુરપ્રકોપસેવા, જન્માષ્ટમી ઉત્સવ દ્વારકા, ગણેશ ઉત્સવ વડોદરા, અંબાજી મેળો બંદોબસ્તમાં ફરજો નિભાવેલ હતી. અને રાજ્યકક્ષાના, જિલ્લાકક્ષાના હોમગાર્ડ કેમ્પો પણ કરેલા હતા.

આથી, ખીમાભાઈ લાખાભાઈ મોરી વય મર્યાદાને કારણે ફરજમાંથી નિવૃત થતા રાવલ હોમગાર્ડ સ્ટાફ અને પૂર્વ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડના જોષીભાઈ અને રાવલ હોમગાર્ડ યુનિટના હોમગાર્ડ સભ્યોએ શાલ ઓઢાડી મોમેન્ટો આપી ખીમાભાઈ મોરીને રાવલ હોમગાર્ડમાંથી વિદાયમાન આપ્યું હતું.