રાજ્યકક્ષાની વિવિધ રમત સ્પર્ધામાં નગડીયા પ્રાથમિક શાળાના છ ખેલાડીઓએ મેદાન માર્યું

વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ અપાયા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની નગડીયા પ્રાથમિક શાળાના છ બાળકોએ રાજ્ય કક્ષાની અંડર 19 તથા અન્ડર 11 રમતો ઉત્સવમાં ભાગ લઈને વિજેતા થયેલ હતા. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઈનામ હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની પ્રાથમિક શાળાના 6 બાળકોએ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લીધો હતો. રાજ્યકક્ષાની ઊંચી કૂદ, ટેનિસ બોલ થ્રો, ૬૦ મીટર વિઘ્નદોડ, મેડિસિન બોલો સ્પર્ધામાં કલ્યાણપુર તાલુકાના નગડિયા પ્રાથમિક શાળાના પ્રથમ નંબરે 2 બાળકો અને બીજા નંબરે 2 બાળકો, સાતમા નમ્બરે 1 અને દસમા નમ્બરે 1 બાળક વિજેતા થયેલ હતા. આમ, ટોટલ 6 બાળકો વિજેતા થયેલ હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત સ્ટેટ ઍથલૅન્ટિક એસોસિયન સહયોગ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની પ્રાથમિક શાળામાંથી નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી છ વિદ્યાર્થીઓ વિજેતા ક્રમ મેળવી શાળા તથા પરિવારનું નામ રોશન કરેલ છે. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઈનામ પ્રાપ્ત થયેલ છે.

વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું .નગડીયાયા ગામના લોકોએ પણ આચાર્ય અને શિક્ષકોની કર્તવ્યનિષ્ઠા અને અમૂલ્ય માર્ગદશન માટે ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

વિજેતા થયેલ વિદ્યાર્થીઓની નામાવલી જોઈએ તો કોડીયાતર વીરા રાણાભાઈ ઉચીકુદ રાજ્યકક્ષાએ પ્રથમ નમ્બર, ખુટી રાજ હમીરભાઇ ટેનિસ બોલ થ્રો રાજ્ય કક્ષાએ પ્રથમ, જાડેજા પ્રત્યુષાબા ભગીરથસિંહ ઊંચી કૂદ રાજ્ય કક્ષાએ બીજો ક્રમાંક, જાડેજા દેવાંશી વિજયસિંહ 80 મીટર વિઘ્નદોડ રાજ્યકક્ષાએ બીજો ક્રમાંક, જાડેજા જલ્પા બાળકો વનરાજસિંહ મેડિસિન બોલ થ્રો રાજ્ય કક્ષાએ સાતમો ક્રમાંક અને ખુટીસમીર લખમણભાઇ ઊંચી કૂદ રાજ્ય કક્ષાએ દસમો ક્રમાંક મેળવ્યો હતો,

આમ, નગડીયા પ્રાથમિક શાળાના 6 વિદ્યાર્થીઓ અને આચાર્ય, શિક્ષકોએ નગડીયા ગામની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને કલ્યાણપુર તાલુકાનું નામ રોશન કર્યું હતું.