ફુલડોલ નિમિત્તે દર્શનાર્થીઓની સુવિધા માટે જગતમંદિરના બે મેપ જાહેર

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરે ફુલડોલ ઉત્સવ નિમિત્તે આવતા દર્શનાર્થીઓ માટે દર્શન માર્ગ, પાર્કિંગ વ્યવસ્થા સહીતના સ્થળો દર્શાવતા બે મેપ જાહેર કરવામાં આવ્યા છે.

આગામી ૧૮ તારીખે દ્વારકાના જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થવાની છે. ત્યારે રાજ્યભરમાથી ભાવિકો, પદયાત્રીઓ દ્વારકામાં શ્રીજીના દર્શન કરવા આવી રહ્યા છે. આ સંદર્ભે દેવસ્થાન સમિતિ અને વહીવટી તંત્ર દ્વારા સુગમ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

જગતમંદિરે આવતા ભાવિકો ક્યા માર્ગે દર્શને આવશે અને ક્યાથી નીકળી શકશે. ઉપરાંત, દ્વારકા આવતા હજારો વાહનચાલકો પોતાના વાહન ક્યા માર્ગે લાવી ક્યા પાર્ક કરી શકશે. તે દર્શાવતા બે મેપ એટલે કે લે આઉટ પ્લાન જાહેર કરવામાં આવ્યા છે. જે આગામી ૧૮ તારીખ સુધી અમલમાં રહેશે. તેમ દેવસ્થાન સમિતિની યાદીમાં જણાવાયું છે.