બાગાયત વિભાગની યોજનાઓ માટે 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાગાયત વિભાગની યોજનાઓ માટે તા. 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામા બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છક ખેડુતો માટે ikhedut પોર્ટલ તા.30 એપ્રિલ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જે અન્વયે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના 115 ઘટકોમાં ભાગ લેવા ઈચ્છુક ખેડુતો ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

ઉપરોક્ત વિષય અંતર્ગત અરજી કર્યા બાદ ખેડુતોએ અરજીની પ્રિન્ટની નકલ, 7-12, 8-અ, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેન્ક બચત ખાતાની નકલ ખંભાળિયામાં જિલ્લા સેવા સદનમાં આવેલી નાયબ બાગાયત નિયામક કચેરી ખાતે નિશ્ચિત સમય મર્યાદામાં પહોંચાડવાની રહેશે તેમ જિલ્લા નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવાયું છે.