દેવભૂમિ દ્વારકામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા તાલુકા કક્ષાએ કેમ્પ યોજાશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા તાલુકા કક્ષાએ કેમ્પ યોજાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલકા મથકે રહેતા ઉમેદવારોને જિલ્લા સુધી ન આવવું પડે તે માટે જિલ્લાના દરેક તાલુકા મથકે રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી રીન્યુઅલ અને અપડેશન તેમજ વ્યવસાય માર્ગદર્શન જેવી સુવિધાઓ તાલુકા મથકે જ ફરી શરૂ કરવામાં આવી છે.

જે અન્વયે દરેક મહિનાની ચોથી તારીખે ભાણવડ તાલુકા સેવા સદ્દન, 21 તારીખે દ્વારકા નગર પાલિકા, મીઠાપુર ટાટા કંપનીમાં ટાઈમ ઓફિસ ખાતે અને તા. 26 ના રોજ કલ્યાણપુર તાલુકા પંચાયત ખાતે સવારે સાડા દસ વાગ્યે રોજગાર કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહીને નામ નોંધણી, રીન્યુઅલ અને અપડેશન તેમજ વ્યવસાય માર્ગદર્શન સહિતની કામગીરી કરશે.

જે તે નિશ્ચિત કરાયેલી તારીખના રોજ રજા આવતી હશે તો તે પછીના દિવસે કેમ્પની કામગીરી કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઈન નંબર – 63573 90390 પર સંપર્ક સાધવા દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.