પ્રદેશ પ્રમુખ પાટીલના જન્મદિવસ નિમિત્તે વેક્સિન લેતા બાળકોને પ્રોત્સાહિત કરતું ખંભાળિયા શહેર ભાજપ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાત પ્રદેશ ભાજપના અદયક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે બુધવારથી શરૂ થયેલા 12 થી 14 વર્ષના બાળકોના કોવિડ વેક્સિનેશનમાં અત્રે રામનાથ મંદિર પાસે આવેલી સેન્ટ કર્વે સ્કૂલ ખાતે ભાજપના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી, આ વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આ આયોજનમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર તરફથી વેકસીન લેતા તમામ બાળકોને આકર્ષક પેન ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, નગરપાલિકા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, નગરપાલિકા સદસ્ય રેખાબેન ખેતીયા, સેન્ટ કર્વે સ્કૂલના રણજીતભાઈ બારોટ સાથે હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, યુવા ભાજપ પ્રમુખ મોહિત પંડ્યા, મહામંત્રી રાજ પાબારી, શહેર મહિલા ભાજપ પ્રમુખ મિતાબેન લાલ, લીનાબેન રાડીયા, પૂનમબેન ચાવડા, અનુ. મોરચા પ્રમુખ લખુભાઈ ચાવડા, મિલનભાઈ વારીયા, યુનુસભાઈ ચાકી વિગેરે હોદેદારો-કાર્યકરોએ ઉપસ્થિત રહી, વેક્સિન લેતા બાળકો સાથે આરોગ્ય ટીમને પ્રોત્સાહિત કર્યા હતા.