ઓખાની શાળાઓમાં ૧૨થી ૧૪ વર્ષના વિદ્યાર્થીઓને કોર્બીવેક્સ વેકસીન અપાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ઓખા ખાતે ઓખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલ તેમજ ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોનાની કોર્બીવેક્સ નામની વેકસીન આપવામાં આવેલ હતી.

ઓખા ખાતે ઓખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલ તેમજ ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગમાં ૧૨ થી ૧૪ વર્ષ ના બાળકોને કોરોનાની કોરબી વેક્સ નામની વેકસીન આપવામાં આવેલ.૧૬ માર્ચ, ૨૦૨૨થી ભારત સરકાર દ્વારા ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને વેકસીન આપવાનું ચાલુ કરવામાં આવેલ છે. જેમાં ઓખા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ગીતાબેન રાઠોડ તેમજ તેમનો સ્ટાફ સ્કૂલ માં આવી દરેક બાળકોને કોરોના સામે રક્ષણ મેળવવા માટેના વેકસીનની માહિતી આપી સમજાવી તથા તેમના વાલીઓની સહમતીથી બાળકોને વેકસીન આપવામાં આવેલ હતી.

આ તકે ઓખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલના આચાર્ય જે.બી.જાડેજા તેમજ ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગના આચાર્ય ગીતાબેન શર્મા અને સ્કૂલનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવા બંને સ્કૂલના આચાર્ય તેમજ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.