શું તમે જાણો છો? હોળીની જ્વાળા કઈ દિશામાં જાય તો શું ફળ મળે? હોળીનું વૈદિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે?

હોળીનું આપણા જીવનમાં શું મહત્વ છે? હોળીની પ્રજ્વલિત જવાલાની અંદર શું અર્પણ કરવું? શેનો હોમ કરવો એની આહુતિ આપવી? જાણો.. જ્યોતિષની કલમે

હોળીકા દહન આજે રાત્રે ૯:૨૦ થી ૧૦:૩૦ સુધી કરવું. જેમાં શેરડી મકાઈ સપ્ત ઘઉં ચોખા મગ અડદ જવ ચણા મસૂર વગેરેની આહુતિ આપવી જોઈએ કુમકુમ-ધાણી-ચોખા-શ્રીફળ-કપૂર-લવિંગ-ખજૂર-અનાજ તેમજ પાણીના કળશથી પાંચ કે સાત ફેરા ફરીને આ તમામ સામગ્રી સાથે પૂજન કરાય છે. હોળીની પ્રદક્ષિણા વખતે ‘ઓમ્ વિષ્ણવે નમ: ‘ મંત્રનો જાપ કરવાનો મહિમા છે. હોળીનો તાપ ખાસ લેવામાં આવે છે.

ભારતમાં અનેક ઔષધિય ગુણધર્મ ધરાવતા લાકડા, ગાયના છાણા એકી સાથે એક જ સમયે પુરા ભારત ભરમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય જેની ઉર્જા આકાશમાર્ગે વાયુ ની અંદર વહેતી થાય અને એ વાયુ ઓઝોનના પડને મજબૂત કરે અન્ય બેક્ટેરિયાનો નાશ થાય એવું સુંદર વિજ્ઞાન આપણા ધર્મમાં દેખાડવામાં આવ્યું છે.

હવનમાં ઉપયોગમાં લેવાતા અન્ય ઔષધો દ્વારા હોળી પ્રગટાવાય છે, તેનું પૂજન-અર્ચન કરાય છે. જેનાથી આપણી તંદુરસ્તી જળવાઇ રહે છે. હોળીની જ્વાળા કઇ તરફ જાય છે કે ઉપર તરફ જાય છે તે મુજબ તેના ફળ મળતા હોય છે. જેમકે, પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર-ઇશાન-અગ્નિ-નૈઋત્ય-વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતું હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવા શુભાશુભ વરતારાઓ જે-તે પ્રાંત બાબતે જોવામાં આવે છે.

હોળીના પ્રાગટ્ય વખતે તેની જ્વાળા કઇ બાજુ જાય છે તેના પરથી વાષક વરતારા કરવામાં આવે છે. હોળીના વરતારા પરાપૂર્વથી થાય છે અને તે માટેના ભડલી વચનો પણ છે જ. જે સંક્ષિપ્તમાં આ મુજબ છે : હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય, વાયુ જો પૂરવનો વાય, કોરોને કંઇ ભીનો જાય, દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઉપજે ઘાસ, ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી ઉપર પાણી બહુ જોય, જો વંટોળો ચારે વાય, પ્રજા દુ:ખમાં ઝૂરે રાય, જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બતાવ, ફાગણની પૂનમને દિન, હોળી સમયે પારખ કીન. આમ, હોળીના પવન પરથી શુભાશુભનો વિચાર કરવો જોઇએ.

પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)
મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં, મોરબી