ભડકેશ્વર યોગ ગ્રુપના નાનેરા-મોટેરાએ સાથે ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી

દ્વારકા : ભડકેશ્વર યોગ ગ્રુપના નાનેરા-મોટેરાએ સાથે ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

યોગા ટ્રેનર ચેતનભાઈ જીંદાણી દ્વારા સંચાલિત ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા ધૂળેટીની ઉજવણી ઉત્સાહ, ઉમંગથી કરવામા આવી હતી. જેમા સાત વર્ષના બાળકોથી પચાસ ઉપરના ગૃપના સભ્યોએ આનંદભેર ધૂળેટી ઉજવી હતી. આ ઉપરાંત, પ્રાદેશિક રમતો રમાડી બાળકોને દેશી રમતોનુ મહત્વ સમજાવ્યુ હતું. રંગોથી રમ્યા બાદ ગૃપના બાળકોને ગોમતી નદીમાં નાહવા લઈ જઈ ચેતનભાઈએ બાળકોને સ્વિમિંગ શીખવાડ્યુ અને પાણીમા બાળકોને યોગ શીખવ્યા હતા.