બેટદ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી

હજારો ભકતો શ્રીદ્વારકાધીશ સંગ રંગે રમ્યા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં ફૂલડોલની ઉજવણી સાથે બેટદ્વારકા મંદિરે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો ભકતો શ્રીદ્વારકાધીશ સંગ રંગે રમ્યા હતા.

બેટદ્વારકા ખાતે આવેલ પવિત્ર અને વિખ્યાત કૃષ્ણમંદિરમાં ધુળેટીનાં દિવસે ઉજવાતાં ફુલડોલ ઉત્સવનો અનેરો મહિમા છે. આ વર્ષે પણ યાત્રાધામ બેટદ્વારકા ખાતે હોળી-ધુળેટીનો મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ભગવાન શ્રીદ્વારકાધીશના દર્શન કરવા, શ્રીકૃષ્ણ સંગ રંગે રમવા હજારો કૃષ્ણભકતો આ તહેવારો દરમિયાન બેટદ્વારકા પહોંચ્યા હતા. આ દિવસે મંદિર બપોર બાદ પણ ખુલ્લું રહે છે અને ફુલડોલ ઉત્સવ મનાવાય છે.

આ વર્ષ કોરોનાની મહામારી મંદ પડયા બાદનું વર્ષ હોવાથી હજારો શ્રદ્ધાળુઓએ આ ફુલડોલ ઉત્સવ સમયે ખાસ બેટદ્વારકા આવીને ભકિતભાવ અને ઉમંગથી શ્રીકૃષ્ણ સંગ રંગે રમીને પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ.