મૃતદેહોને નદીમાંથી બહાર કાઢતા સામાજિક કાર્યકરો-તરવૈયાઓનો આભાર માનતી ભાણવડ પોલીસ

દ્વારકા : ગઈકાલે સામાજિક કાર્યકરો અને તરવૈયાઓએ ત્રિવેણી નદીમાંથી પાંચ વિદ્યાર્થીઓની ડેડબોડી કાઢવામાં પોલીસને મદદ કરેલ હતી. આથી, ભાણવડ પોલીસે તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે.

ધુળેટી પર્વ પર ભાણવદ નજીક ત્રિવેણી નદીએ નાહવા ગયેલા પાંચ જેટલા કિશોરો જીતભાઈ ભરતભાઈ કવા, હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ, ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા, ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા અને હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી ડૂબ્યા હોવાનું જાણવાં મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી અને તમામ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં.

આ ઘટનામાં સામાજિક કાર્યકરો અને તરવૈયા રાજુભાઈ જેશાભાઈ પીપરોતર, બાબુભાઈ લખમણભાઈ પીપરોતર, યાસીનભાઈ સુલેમાનભાઈ, ભરતભાઈ ટપુભાઈ, વિજયભાઈ વશરામભાઈ અને કિશોરભાઈ વશરામભાઈએ 20 ફૂટ ઊંડા પાણીમાંથી પાંચ વિદ્યાર્થીઓની ડેડબોડી કાઢવામાં જહેમત ઉઠાવેલ હતી. ત્યારે ભાણવડ પોલીસ પરિવારે કાર્યકરો અને તરવૈયાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે.