સોનારડી ગામે ખેતરમાં અને ખજૂરડા ગામે ટ્રકમાં આગ લાગી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક સોનારડી ગામે એક ખેતરમાં અને ખજૂરડા ગામ પાસે એક ટ્રકમાં આગ લાગી હોવાના બનાવો સામે આવ્યા હતા.

દ્વારકાના ખંભાળિયા નજીક સોનારડી ગામે એક ખેતરમાં આગ લાગી હતી. આગ લાગતાં ખેતર ઉપરથી વીજલાઈન પસાર થતી હોવાથી તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ખંભાળિયા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી. અને કોઈ જાનહાનિ ન થઈ હોવાની જાણવા મળ્યું છે.

આ ઉપરાંત, દ્વારકાના ખંભાળિયા નજીક ખજૂરડા ગામ પાસે એક ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતાં જ ખંભાળિયા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી. ઘટનાની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.