દ્વારકા તાલુકા ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા તાલુકા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકાના વાચ્છુ ખાતે દ્વારકા તાલુકા ભાજપ દ્વારા ચંદ્રમોલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને ટિફિન બેઠકનુ આયોજન કરેલ હતું. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના તમામ હોદેદારો, જિલ્લાના તમામ મોરચાના હોદેદારો, બુથ પ્રમુખ-શક્તિ કેન્દ્રની ટોળી, તમામ મોરચા તથા સેલના હોદેદારો તથા ભાજપના શુભચિંતકો હાજરી આપી હતી. તેમ દ્વારકા તાલુકા ભાજપા પરિવારની યાદીમાં જણાવાયું છે.