ખંભાળિયા નજીક ઈક્કોની હેડફેટે બે મિત્રો ઇજાગ્રસ્ત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા નજીક ઈક્કોની હેડફેટે બે મિત્રો ઇજાગ્રસ્ત બન્યા હતા.

ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા જયેશભાઈ હેમંતભાઈ માડમ નામના યુવાન તેમના મિત્ર ભાવેશભાઈ ચાવડા સાથે તેમના જી.જે. 10 બી.ડી. 7568 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે બેરાજા ગામની ગોલાઈ પાસેથી જી.જે. 37 ઈ. 0938 નંબરના મોટરસાયકલ ચાલકે તેમને અડફેટે લેતાં તેઓને ફ્રેકચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.