સલાયામાં ઈક્કોની અડફેટે યુવાન ઘાયલ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયામાં ઈક્કોની અડફેટે યુવાનને ઇજા થતા ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક આસામીના ઘરે હોળી મનાવવા જામનગરથી આવેલા તેમના જમાઈ રાજુભાઈ મધાભાઈ સોલંકી (ઉ.વ. 25) શનિવારે સલાયાના ચેકપોસ્ટ પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એફ. 9607 નંબરના એક ઇક્કો મોટરકારના ચાલકે રાજુભાઈને અડફટે લેતાં તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત બાદ ઇક્કો કાર નજીકના પુલિયા પાસે અથડાઈ પડી હતી. બાદમાં કારનો ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે રાજુભાઈ સોલંકીની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે ઇક્કો કારના ચાલક સામે આઈ.પી.સી કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.