ખેલમહાકુંભની કબડ્ડી સ્પર્ધામાં વાચ્છુ પ્રાથમિક શાળાના ભાઈઓ-બહેનો તાલુકા કક્ષાએ વિજેતા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખેલમહાકુંભની દ્વારકા તાલુકા કક્ષાની અંડર 14 કબડ્ડીની સ્પર્ધામાં વાચ્છુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની ટીમે તાલુકા કક્ષાએ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા બની હતી.

ગઈકાલે તા. 21/03/2022 નાં રોજ ખેલમહાકુંભ 2022ની દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધામાં અંડર 14 કબડ્ડીની સ્પર્ધામાં વાચ્છુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની ટીમે તાલુકા કક્ષાએ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે. જે બદલ બાળકોને તૈયાર કરનાર આચાર્ય પ્રજ્ઞેશભાઈ પટેલ અને બંને ટીમના કેપ્ટન હિતેષ માણેક અને પૂનમ માણેકને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. અને સી.આર.સી કો.ઓર્ડીનેટર નકુમ જેન્તીભાઈ દ્વારા ખુબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.