જગતમંદિરમાં મહિલાનું ખોવાયેલ પર્સ શોધી આપતી પોલીસ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં મહિલાનું પર્સ ખોવાઈ જતા પોલીસે પર્સ શોધી તેમને પરત આપ્યું હતું.

મુંબઈના રહેવાસી જીજાબાઈ મારૂતિભાઈ તેલંગી દ્વારકાધીશ મંદિરે દર્શન કરતા હતા. તે વખતે પોતાની પાસેનું પર્સ પડી ગયેલ હોય, તેઓએ પોલીસને જાણ કરતા એ.એસ.આઈ. એચ. એમ. જોષી એ તપાસ કરાવતા આ પર્સ માનુબહેન સુભણીયાને મળ્યું હતું અને દેવસ્થાન સમિતિને જમા કરાવી ત્યાં જયેશભાઈ તથા શાહભાઈની હાજરીમા ખાત્રી કરાવતા જીજાબાઈનુ પર્સ હોવાનુ જણાયેલ હતું. જેથી, તેઓને રોકડ રૂ. 500 તથા જરૂરી ડોકયુમેન્ટસ સાથેનું પર્સ પરત કરેલ હતું અને તેઓએ તમામ પોલીસનો ખુબ ખુબ આભાર માનેલ હતો.