TCSRDએ આબોહવામાં પરિવર્તન અંગે જાગૃતિ લાવવા નાબાર્ડ સાથે જોડાણ કર્યું

જૈવવિવિધતા અને ઇકો ફેરનું આયોજન કર્યું, જેમાં 200+ સહભાગીઓ જોવા મળ્યાં

50 એકર ઉજ્જડ જમીનમાં જૈવિક રિઝર્વ હોટસ્પોટ ઊભું કરીને સંરક્ષણ લક્ષ્યાંકો હાંસલ કરાયા

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ટાટા કેમિકલ્સે મીઠાપુરમાં એની સીએસઆર સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ નાબાર્ડ સાથે આબોહવામાં પરિવર્તન અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજીને આબોહવામાં પરિવર્તન અને જૈવવિવિધતા વિશે સ્થાનિક સમુદાયને જાગૃત કરવા એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. એમાં જૈવવિવિધતા અને ઇકો ફેરનું આયોજન થયું હતું, જેમાં 44 ટીમો જોવા મળી હતી, જેમાં કંપનીના 48 કર્મચારીઓ, શાળાના 114 વિદ્યાર્થીઓ અને ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ટીટીઆઇ)ના 84 વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

આબોહવામાં પરિવર્તન પ્રત્યે જાગૃતિ કાર્યક્રમ બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો. પ્રથમ, ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમો દ્વારા ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે જાણકારી આપવા કાર્યશાળા. બે, આબોહવામાં પરિવર્તન અને આ માટે જવાબદાર પરિબળોની વિવિધ થીમના હાલના મોડલ પ્રદર્શિત કરવા જૈવવિવિધતા અને ઇકો ફેર.

આ કાર્યક્રમમાં ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડન્ટ (ઉત્પાદન) નરસિમ્હા કામથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. જાણકારી વહેંચવાની કાર્યશાળા અમદાવાદના અનલા આઉટડોરના ડિરેક્ટર મધુ મેનને હાથ ધરી હતી અને તેમની સાથે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના મેરિન કન્ઝર્વેશન પ્રોજેક્ટના મેનેજર પ્રવીણ કુમાર અને ટાટા કેમિકલ્સના સીએસઆરના ડેપ્યુટી મેનેજર સતિશ ત્રિવેદીએ સાથસહકાર આપ્યો હતો. એમાં સ્થાનિક જૈવવિવિધતા, તેમની ઇકોસિસ્ટમ, સમયની સાથે પેટર્નમાં ફેરફાર અને કામગીરી મારફતે સાતત્યતા જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. આ સત્ર પૂર્ણ થયા પછી ઇકોસિસ્ટમ (વનસ્પતિ અને જીવસૃષ્ટિ)ને સમજવા, આબોહવાના પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા અને પૃથ્વીને બચાવવા વિવિધ પ્રેક્ટિસની જાણકારી મેળવવા વક્તાઓ સાથે ફિલ્ડ વિઝિટ યોજાઈ હતી.

ટાટા કેમિકલ્સ લિમિટેડના એચઆર અને સીએસઆરના ચીફ નંદાએ કહ્યું હતું કે, “જૈવવિવિધતાને આબોહવાના પરિવર્તનથી જોખમ વધવાની અપેક્ષા છે, છતાં ઇકોસિસ્ટમ્સ આબોહવાના પરિવર્તનની અસર ઘટાડવામાં મદદ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ટીસીએસઆરડી અને નાબાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યશાળાઓ જાણકારી વહેંચવાના માધ્યમનો ઉપયોગ કરવાની સાથે આબોહવાલક્ષી કામગીરી માટે મજબૂત કામગીરી પણ કરે છે. અમારી પહેલોનાં લક્ષ્યાંકો સ્થાનિક વનસ્પતિ અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવાનો અને એની વૃદ્ધિ કરવાનો છે. જૈવિક હોટસ્પોટ વિકસાવવા, પારિસ્થિક સંતુલન ઊભું કરવા તથા જીવજંતુઓ અને યાયાવરપક્ષીઓને સુંદર આવાસ પ્રદાન કરવા માટે કામ કરવા અમે સતત પ્રયાસરત છીએ.”

કાર્યશાળાઓ ઉપરાંત પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ માટે શિષ્યાવૃત્તિનું વિતરણ કરવાનો સમારંભ સામેલ હતો. કુલ 74 વિદ્યાર્થીઓને શિષ્યાવૃત્તિ એનાયત કરવામાં આવી હતી, જે વંચિત સમુદાયના ધોરણ નવથી હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ટેકો આપે છે. આ ઉપરાંત ટાટા કેમિકલ્સના વિઝનરી ચેરમેન, સ્વ શ્રી દરબારી સેઠની યાદીમાં બે વિશેષ શિષ્યાવૃત્તિ એનાયત કરવામાં આવી છે. આ વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ લેવા માટે નાણાકીય સહાય પ્રદાન કરે છે.

સમુદાય માટે સતત પ્રયાસો કરનાર કર્મચારીઓ અને બિનકર્મચારીઓને પણ બિરદાવવામાં આવ્યાં હતાં. વૃક્ષારોપણ, જૈવવિવિધતા સંરક્ષણ, જાણકારીની વહેંચણી, શિક્ષણ વગેરે જેવી વિવિધ સામુદાયિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં સ્વયંસેવકો સંકળાયેલા છે.

ટાટા કેમિકલ્સ વર્ષોથી સ્થાનિક ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવા કામ કરે છે. એના સતત પ્રયાસોના પરિણામ સ્વરૂપે સંસ્થા 150 એકર ઉજ્જડ જમીનને જૈવિક સંરક્ષિત હોટસ્પોટમાં પરિવર્તિત કરવામાં સક્ષમ બની છે, જેમાંથી 40 એકરમાં ગયા વર્ષે ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ભાગ હાંસલ કર્યો છે. આ રિઝર્વ દુર્લભ વનસ્પતિની પ્રજાતિઓ, ફૂલો, જીવજંતુઓ ધરાવે છે તેમજ પોલિનેટર વસ્તીઓ, ખાસ કરીને પતંગિયાઓ માટે આશ્રયસ્થાન તરીકે પણ ઉપયોગી છે.