ખંભાળિયાની ગોકાણી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભમાં અવ્વલ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની ગોકાણી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભમાં અવ્વલ આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં તાલુકા કક્ષાની ખેલમહાકુંભની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં અત્રે આવેલા યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલી ચેસ સ્પર્ધામાં અંડર 17 – ગર્લ્સ વિભાગની ઈવેન્ટમાં પ્રથમ ક્રમે કે.આર. ગોકાણી ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીની ઈશા શુક્લ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. જ્યારે આ જ શાળાની વિદ્યાર્થીની બંસીબા જયેન્દ્રસિંહ પરમાર દ્વિતીય ક્રમે અને નવચેતન હાઈસ્કૂલની ક્રિશા પંડ્યાએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

ખેલ મહાકુંભની આ સ્પર્ધામાં કન્વીનર ગોજીયા તથા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓએ આ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.