ખેલમહાકુંભની સ્કેટીંગ સ્પર્ધામાં દ્વારકાનો સાત વર્ષનો બાળક ઝળક્યો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખેલમહાકુંભ અંતર્ગત સ્કેટીંગ સ્પર્ધામાં દ્વારકાનો સાત વર્ષનો ચંદ્રભાન (ચિરાગ) હિંમતસિંહ ચૌહાણ ઝળક્યો હતો. તેને આજે તા-23-03-2022 મીઠાપુરમા યોજાયેલી દેવભૂમિ દ્વારકા જીલ્લા કક્ષાની અંડર 11 સ્કેટિંગ સ્પર્ધામાં બીજા ક્રમે રહી દ્વારકાને ગૌરવ અપાવ્યું હતું.

મુળ રાજસ્થાનના અને હાલ દ્વારકામા ત્રણેક વર્ષથી રહેતા અને RSPL મા નોકરી કરતા હિંમતસિંહ ચૌહાણ અને અનુકંવરના પુત્ર ચંદ્રભાન (ચિરાગ) દ્વારકાની કેન્દ્રીય વિધ્યાલયમા ધોરણ ત્રણમા અભ્યાસ કરે છે. ચંદ્રભાનને સ્પોર્ટસમા રુચીના કારણે એમના માતા-પિતાએ દ્વારકામા ભડકેશ્વર પાસે ચેતનભાઈ જીંદાણીના ભડકેશ્વર યોગ ગ્રુપમા ફિટનેશ સાથે સ્પોર્ટસની તાલીમ માટે ત્રણેક માસથી નિયમિત મોકલે છે. આટલા ટૂંકા ગાળામા ચંદ્રભાનને ચેતનભાઈએ સ્પોર્ટસ માટે તૈયાર કરી દીધો હતો.

થોડા દિવસ પહેલા ચંદ્રભાન રાજ્ય કક્ષાની એથલેટિકસમા નડીયાદ ખાતે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. ચંદ્રભાન (ચિરાગ)ની આ સિધ્ધિમા દ્વારકાના સ્પોર્ટમેન/કોચ, ચેતનભાઈ જીંદાણીનુ મહત્વપૂર્ણ યોગદાન છે.