દ્વારકાનો વતની તરુણ ખેલ મહાકુંભની રસ્સા ખેંચ સ્પર્ધામાં ઝળક્યો

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકાનો વતની રોહન સુરેશભાઈ કણઝારિયા ખેલમહાકુંભમા “રસ્સા ખેંચ” સ્પર્ધામાં ઝળક્યો છે.

ગત તા. 21/03/2022ના રોજ જામનગર જીલ્લા ખેલ મહાકુંભ “રસ્સા ખેંચ”મા રાજકુમાર સાયન્સ સ્કુલમા અભ્યાસ કરતો તેમજ સ્કુલની “રસ્સા ખેંચ” ટીમના રોહન કણઝારિયાએ વિજય મેળવી તેમણે સ્કુલ તેમજ દ્વારકાનો વતની હોવાથી દ્વારકાને ગૌરવ અપાવ્યુ છે.

રોહન કણઝારિયા સ્પોર્ટસ અને ફિટનેશની તાલીમ દ્વારકામા ભડકેશ્વર યોગ ગ્રુપમા ચેતનભાઈ જીંદાણી પાસે તાલીમ મેળવેલ છે. છેલ્લાં એક વર્ષથી જામનગર અભ્યાસ કરે છે. એ પહેલા રોહન નિયમિત ભડકેશ્વર યોગ ગ્રુપમા સભ્ય હતો. દ્વારકાનો રોહન કણઝારિયા હાલ જામનગર રાજકુમાર સાયન્સ સ્કુલમા 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.