ઓખા નજીકના દરિયામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખાથી આશરે છ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક યુવાનો મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળતા પોલીસે આ મૃતદેહને બહાર કઢાવી, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આ અંગે ઓખા મરીન પોલીસ મથકના મીનલબેન રેથળીયાએ જાહેર કરેલી વિગત મુજબ ગઈકાલે બુધવારે રાત્રિના આઠ વાગ્યા પહેલાના સમયે આશરે 40 થી 45 વર્ષનો એક અજાણ્યો યુવાન દરિયાના પાણીમાં કોઈપણ રીતે પડી જવાના કારણે ડૂબીને મૃત્યુ પામ્યો છે. જેથી પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.