મીઠાપુરમાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાંથી પોલીસે પીધેલી હાલતમાં રૂપિયા 15,000ની કિંમતના એક્ટિવા મોટરસાયકલ નંબર જી.જે. 37 એ. 3504 લઈને નીકળેલા વરજાંગ નાથાભાઈ ચાસિયા નામના 35 વર્ષના યુવાનને ઝડપી લીધો હતો. જ્યારે સુરજકરાડી વિસ્તારમાંથી રાવલ ગામે રહેતા લીલા મશરીભાઈ જમોડ નામના 37 વર્ષના યુવાનને રાત્રીના દસ વાગ્યાના સમયે કેફી પીધેલી હાલતમાં રૂપિયા પાંચ લાખની કિંમતના ડમ્પર નંબર જી.જે. 03 એ.ટી. 1153 લઈને નીકળતા પોલીસે ઝડપી લીધો હતો. આ ઉપરાંત મીઠાપુર નજીક મૂળવેલ ચોકડી પાસેથી ₹ 20,000 ની કિંમતના બજાજ પલ્સર મોટરસાયકલ નંબર જી.જે. 37 ઈ. 5329 પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા ગોરીયારી ગામના ડાડુભા ઓઘડભા માણેક નામના 24 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસને ઝડપી લઇ, આ શખ્સો સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.