મોજપ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ અને સૈનિકોનું સન્માન કરાયું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ગઈકાલે તા. ૨૩ માર્ચ, ૨૦૨૨ શહીદ દિવસ અંતર્ગત મોજપ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારત-તિબ્બત સંઘ તેમજ ઓખા શહેર ભાજપ અને ઓખા શહેર યુવા મોરચાના સયુંકત ઉપક્રમે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવસિંહને પુષ્પાંજલિ નો કરવામાં આવેલ તેમજ હાલ કાર્યરત મોજપ ખાતે સૈનિક બી.એસ.એફ ના ઓફિસર એ.કે.ઉપાધ્યાય,મનોજકુમાર, સુધીર કુમાર, શૈલેષ કુમારનું દ્વારકાધીશના ઉપેણા ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું

ગઈકાલે ૨૩ માર્ચ, ૨૦૨૨ શહીદ દિવસ અંતર્ગત મોજપ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારત-તિબ્બત સંઘ તેમજ ઓખા શહેર ભાજપ અને ઓખા શહેર યુવા મોરચાના સયુંકત ઉપક્રમે ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવસિંહને પુષ્પાંજલિનો કરવામાં આવેલ તેમજ હાલ આપણા દેશની રક્ષા કરતા સૈનિકો કાર્યરત મોજપ ખાતે બી.એસ.એફ ના ઓફિસર એ.કે.ઉપાધ્યાય,મનોજકુમાર, સુધીર કુમાર, શૈલેષ કુમાર નું દ્વારકાધીશના ઉપેણા ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.

આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારત-તિબ્બત સંઘના પ્રમુખ નવલસિંહ જાડેજા,મોજપના સરપંચ વાઘાભા કુંભાણી,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારત-તિબ્બત સંઘ ના મહામંત્રી વિશાલ પીઠીયા,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નયનાબા રાણા,ઓખા શહેર ભાજપના મહામંત્રી આલાભા માણેક,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારત-તિબ્બત સંઘના મંત્રી ધનાભા સુમાણી,ઉપપ્રમુખ દર્શનભાઈ રાયઠઠા,ઓખા શહેર યુવા મોરચાના પ્રમુખ રજતભાઈ વિઠલાણી, ઓખા શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ જશવંતસિંહ કેર,ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્યાબેન ફોફંડી,ભારત-તિબ્બત સંઘ તેમજ ભાજપ કાર્યકર હરેશભાઈ રાઠોડ,ચંદ્રેશભાઈ લાડવા,ભાર્ગવભાઈ તન્ના,ભાવેશભાઈ રબારી,સુનિલભાઈ મકવાણા હાજર રહ્યા હતા.