ઓખામાં હોળી-ધુળેટીના તહેવારોમાં શ્રધાળુઓની નજર ચુકવીને મોબાઈલ ચોરી કરનાર શખ્સને ઝડપી લેતી એલ.સી.બી. પોલીસ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હોળી-ધુળેટીના તાજેતરમાં સંપન્ન થયેલા તહેવારોમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે દુર-દુરથી શ્રધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય, જેથી અહીં ખુબજ ભીડ રહેતી હોવાથી આ ભીડનો લાભ ઉઠાવી શ્રધાળુઓના મોબાઈલ, પૈસાની ચોર ટુકડીઓ ચોરી કરી નાશી જતા હોય છે. જે અંગેની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. જે.એમ. ચાવડાને આ અંગે સુચના આપવામાં આવતાં એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા આ અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. કેશુભાઈ માડમ, હેડ કોન્સ. અરજણભાઈ મારુ, જીતુભાઈ મેરામણભાઈ દ્વારા ઓખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ. અરજણભાઈ મારૂને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખા ટાઉનમાં રેલ્વે સ્ટેશન સામે આવેલા ખુલા વાહન પાકીંગના ગ્રાઉન્ડમા શાંકાસ્પદ હીલચાલ કરતા સુરજ ઉર્ફે સૂર્યો કાનાભાઈ કોળી (જાતે બાવરી, ઉ.વ. 37) નામના જામનગરના રહીશ એવા એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.

આ શખ્સની તપાસમાં તેની પાસેથી બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવતા તેની પુછપરછ કરતા તેણે ગત હોળી-ધુળેટીના તહેવારરોમાં બેટ દ્વારકા ખાતેથી માણસોની નજર ચુકવી ચોરી કરીને લીધા હોવાનું કબુલ્યુ હતુ.

જેથી તેની પાસેથી રૂ. 17 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન તથા રૂ. 400 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી, આગળની તપાસ અર્થે તેનો કબજો ઓખા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.