ખંભાળિયા તાલુકાના વિજ બિલ બાકીદારોને પીજીવીસીએલની તાકીદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજ જોડાણ ધરાવતા અનેક આસામીઓની મોટી રકમ વિજતંત્રને ઘણા સમયથી લ્હેણી નીકળે છે.

ખંભાળિયા ટાઉન, ખંભાળિયા ગ્રામ્ય તથા વડત્રા સબ ડિવિઝન હેઠળના પીજીવીસીએલના બિલની રકમ અનેક વિજ ગ્રાહકો પાસેથી લ્હેણી નીકળતી હોય, આ બાકીદારોએ તેમની લાઈટ બિલની બાકી રકમ તાકીદે જે-તે ડિવિઝનમાં ભરપાઈ કરવા પીજીવીસીએલની એક યાદીમાં જણાવાયું છે.

બાકી રહેતી વીજ બિલની રકમ જો તાકીદે ભરપાઈ કરવામાં નહીં આવે તો પીજીવીસીએલ દ્વારા નિયમ મુજબ વીજ જોડાણ રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.