ખંભાળિયાના ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યો કરાયા

યુવા કોંગી કાર્યકરોની સેવા પ્રવૃત્તિ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યો કરાયા હતા.

ખંભાળિયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ કે જેઓ હંમેશ હોસ્પિટલના પ્રશ્ને વિધાનસભામાં ધારદાર રજૂઆત કરી અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે, તાજેતરમાં તેમના જન્મ દિવસ નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને એડવોકેટ સંજયભાઈ આંબલીયાની આગેવાની હેઠળ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા અહીંની સરકારી હોસ્પિટલમાં વિવિધ ફ્રૂટની 101 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુથ કોંગ્રેસની ટીમે રક્તદાન પણ કર્યું હતું.

ખંભાળિયાની સિવિલ હોસ્પીટલ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા આ કાર્યક્રમને વધાવીને ધારાસભ્યને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા યુથ કોંગ્રેસના યુવરાજસિંહ વાઢેર, સાવન કરમૂર, શક્તિસિંહ વાઢેર, ભવ્ય કિશોર, કરણ કિશોર, યશપાલસિંહ જાડેજા, સુરેશ ચાવડા, અંકિત લાલ, વિગેરે કાર્યકરો જોડાયા હતા.