મીઠાપુરમાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુરમાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો હતો.

મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અશોક મોહનભાઈ નામના 40 વર્ષના દેવીપુજક યુવાનને પોલીસે રાત્રિના સમયે બસ સ્ટેન્ડ પાસેના ત્રણ રસ્તા વિસ્તારમાં દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટરની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.