દ્વારકાની હીરજીબાપા હાઇસ્કુલનો રસ્સા ખેંચ અને ચેસ સ્પર્ધાઓમાં દબદબો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાની સનાતન સેવા મંડળ સંચાલિત હીરજીબાપા હાઇસ્કુલની બહેનો અને ભાઈઓ બંને ટીમો એ રસ્સા ખેંચ સ્પર્ધા અને એક વિદ્યાર્થીએ ચેસની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી વિજેતા થયેલ છે.

સનાતન સેવા મંડળ સંચાલિત હીરજીબાપા હાઇસ્કુલ ખેલ મહાકુંભ 2022માં રસ્સા ખેંચ સ્પર્ધામાં બહેનો અને ભાઈઓ બંને ટીમો એ પ્રથમ ક્રમ મેળવી શાળાનું તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. તેમજ ચેસની સ્પર્ધામાં પરમાર બિંદિયા અને ચોપડા રાજ (એસ.કે.વી સ્કૂલ) એ પ્રથમ ક્રમ મેળવેલ છે.

આ બાળકોને સંસ્થાના ચેરમેન સ્વામી કેશાવાનંદ તેમજ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુએ શુભ આશિષ આપેલ છે. બંને શાળાના આચાર્ય વી. ડી. ગોજીયા અને ગિરધરભાઈ જોશીએ બાળકોને અભિનંદન પાઠવેલ છે.