ફૂલડોલ નિમિત્તે રંગોથી ભરાયેલ જગતમંદિરને ચકચકિત કરતી નગરપાલિકા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિર ફૂલડોલ ઉત્સવ બાદ દિવસો સુધી અબીલ-ગુલાલના રંગોથી ભરાયેલું રહેતું હોય છે ત્યારે દ્વારકા નગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

દ્વારકાના જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા બાદ સમગ્ર મંદિર પરિસર અને તેમાં રહેલા નાના-મોટા તમામ મંદિરો પર ઉત્સવ સમયની વેળાએ લાગેલા રંગો જામી ગયા હતા. ત્યારે સમગ્ર મંદિર પરિસરને સફાઈ કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચનાથી સંજય દતાણીની આગેવાનીમાં જીતુ કારડીયા સાથે ભારાભા કેર, અજય સવાણી, વિનય ગોસ્વામી એ ફાયર વિભાગની બે ગાડીઓ લઈ પાણી પ્રેશર દ્વારા તમામ પરિસરની સફાઈ કરી હતી. રાત્રિના દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી સતત સફાઈ અભિયાન હાથ ધરી સમગ્ર જગતમંદિરના પરિસરને ચોખ્ખું કરી સફાઈ અભિયાન પૂર્ણ કર્યું હતું.