ધ્રાસણવેલ ગામ નજીક કારમાં આગ લાગી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ધ્રાસણવેલ ગામ નજીક એક કારમાં આગ લાગી હતી.

દ્વારકાના ધ્રાસણવેલ ગામે અમદાવાદનો પરિવાર મહાદેવના મંદિરમાં પૂજન કરતા હતા. તે સમયે હોન્ડા આઇટન કાર નંબર Gj01DZ7874માં અચાનક આગ લાગી હતી. સદનસીબે તમામનો બચાવ થયો હતો. નગરપાલિકાની ફાયર ટીમે આવી આગ બુઝાવી હતી. આ તકે ફાયર ટીમના સુભાષ માણેક, અજય સવાણી, ભારાભા કેરે, રાજેન્દ્રસિંહ પરમાર એ તાત્કાલિક પહોચી જઈ આગ બુઝાવી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.