દ્વારકાની ડી.એન.પી. સ્કૂલમાં 100% કોરોના વેક્સિનેશન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આવેલ ડી.એન.પી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા ચલાવવામાં આવેલ રાષ્ટ્રીય અભિયાનમાં દ્વારકા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં પ્રિન્સીપાલ મીનાક્ષીબેન ઠાકર, સ્કૂલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા આરોગ્ય વિભાગની ટીમ તેમજ આરોગ્ય અધિકારી ડૉ. ઇન્દુબેન દ્વારા વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આ સાથે ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના 160 વિદ્યાર્થીઓએ સો ટકા વેક્સિનેશનનો લાભ લીધો હતો.