ભોપાલકા ગામ નજીક પીધેલો વાહનચાલક ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભોપાલકા ગામ નજીક પીધેલો વાહન ચાલક ઝડપાયો હતો.

કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામ નજીકથી સ્થાનિક પોલીસે ગત રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લાયસન્સ વગર ₹ 15,000 ની કિંમતના એક્સેસ મોટરસાયકલ લઈને નીકળેલા ભોપાલકા ગામના દિગ્વિજયસિંહ ઉર્ફે લાલો હાલુભા જાડેજા નામના 28 વર્ષના યુવાનને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.