ખંભાળિયા અને મીઠાપુરમાં વિદેશી દારૂ સામે પોલીસની કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા અને મીઠાપુરમાં વિદેશી દારૂ સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી.

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના પાટીયા પાસેથી પોલીસે સોનારડી ગામના જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના 40 વર્ષના યુવાનને રૂપિયા 300ની કિંમતના બિયરના ત્રણ ટીન તેમજ મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 30,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

જ્યારે ઓખા મંડળના ગઢેચી ગામે રહેતા કિશનભા ઉર્ફે સુનિલ મીયાભા માણેક નામના 28 વર્ષના યુવાન પાસેથી પોલીસે રૂપિયા 7,600 ની કિંમતની વિદેશી દારૂની 19 બોટલ કબજે કરી, તેની સામે પ્રોહી. એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.