આરંભડા ગામમાં કાલે રવિવારે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ

દ્વારકાધીશ આરોગ્ય ધામ દ્વારા આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભુમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં દ્વારકાધીશ આરોગ્ય ધામ દ્વારા આવતીકાલે વિનામુલ્યે પડદા (રેટીના) અને બાળકોની ત્રાંસી આંખનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકાઘીશ આરોગ્ય ધામ ટ્રસ્ટ આરંભડા તથા મહેતા સુપરસ્પેશ્યાલિટી આંખની હોસ્પીટલ-જામનગરના સૌજન્યથી ઓખા મંડળના જરૂરીયાતવાળા દર્દીઓ માટે વિનામુલ્યે આંખના પડદા (રેટીના) અને બાળકોની ત્રાંસી આંખનો નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પ આવતીકાલે તા. 27ને રવિવારે સવારે 9થી 12 દ્વારકાઘીશ આરોગ્ય ધામ, આરંભડા ખાતે યોજાશે.

આ કેમ્પમાં આંખના પડદાની, ડાયાબીટીસ (મધુ પ્રમેહ)ની પડદા પર અસર, પડો ખસી જવો, આંખના વધુ નંબરથી પડદા પર થતી અસર તેમજ પડદાના તમામ દર્દીના નિદાન સાથે બાળકોની આંખની તકલીફો, ત્રાંસી આંખનુ નિદાન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં આંખના સર્જન ડો. રૂચીર એ. મહેતા (પડદાના નિષ્ણાંત) અને ડો. નેહા રાકા મહેતા (બાળકોની અને ત્રાંસી આંખના નિષ્ણાંત) જામનગર વિનામુલ્યે સેવા આપશે. ત્યારે જરૂરીયાતવાળા દર્દીઓને આ સેવાનો લાભ લેવા વિનંતી કરાઈ છે.