કલ્યાણપુરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર હાબરડી ગામના પાટીયા પાસેથી મધરાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે જી.જે. 37 એચ. 5037 નંબરના એકટીવા મોટરસાયકલમાં રાખવામાં આવેલો રૂપિયા 9,880 ની કિંમત 19 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.

જો કે આ સ્થળે આરોપી મળી ન આવતા સ્થાનિક પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.