ઓખા મરીન પોલીસના ખર્ચે બોર્ડના પરીક્ષાર્થીઓને બેટદ્વારકા-ઓખા અવરજવર માટે બોટની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ઓખા મરીન પોલીસ દ્વારા પોતાના ખર્ચે સ્વામિનારાયણ હાઈસ્કૂલ બોર્ડના પરીક્ષાર્થીઓને બેટદ્વારકા-ઓખા અવરજવર માટે બોટની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવી છે.

બેટદ્વારકામાં આવેલ સ્વામિનારાયણ હાઈસ્કૂલનાં ધોરણ 10ના માર્ચ 2022ની SSC બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે મરીન પોલીસ-ઓખા દ્વારા બેટદ્વારકાથી ઓખા અને ઓખાથી બેટદ્વારકાની ફ્રી બોટ સેવા અપાઈ છે.