ભાણવડ તાલુકા શાળાની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાની નૃત્ય સ્પર્ધામાં વિજેતા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાની ભાણવડની સરકારી શાળામાં અભ્યાસ કરતી કુમારી સિયા રાજાણી જિલ્લાકક્ષાની નૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થઇ હતી.

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને વિદ્યાનિકેતન વિભાગ, ચિલ્ડ્રન્સ યુનીવસિટી, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની અંડર-૧૪ ચિત્ર–ગીત-વક્તૃત્વ અને નૃત્યસ્પર્ધાનું તા.૨૫-૦૩-૨૦૨૨નાં રોજ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તમામ જિલ્લામાંથી પ્રથમ આવેલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નૃત્ય (વ્યક્તિગત) માટે ભાણવડ તાલુકા શાળા નંબર-૩ કે જે સરકારી શાળા છે અને આ શાળામાં અભ્યાસ કરતી ૧૩ વર્ષની વિદ્યાર્થિની સિયા ભરતભાઈ રાજાણી જિલ્લાકક્ષાએ પ્રથમ આવ્યા બાદ ગાંધીનગર ખાતે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને વિદ્યાનિકેતન વિભાગ, ચિલ્ડ્રન્સ યુનીવસિટી સયુકત ઉપક્રમે આયોજિત રાજ્ય કક્ષાની અંડર-૧૪ નૃત્ય સ્પર્ધામાં તા.૨૫-૦૩-૨૦૨૨નાં રોજ દેશભક્તિ ગીત સાથે પોતાનો અભિનય રજુ કરવાની ઉમદા તક મળી હતી.

સિયા ભરતભાઈ રાજાણીનો અભ્યાસ સાથે ઈતર પ્રવૃતિઓમાં પણ રસ ધરાવે છે અને તેમના શાળાના આચાર્ય શંકરસીહ બારીયા તેમજ તેમના માતા અનુરાધાબહેન રાજાણી દ્વારા પ્રોત્સાહન આપી નૃત્ય સ્પર્ધામાંભાગ લેવા જહેમત ઉઠાવી હતી. માત્ર ૧૩ વર્ષની સિયા ભરતભાઈ રાજાણીને રઘુવંશી સમાજ અને ભાણવડ તાલુકાશાળા નંબર-૩ નાં આચાર્ય શંકરસીહ બારીયા અને શિક્ષકોગણ, વિદ્યાર્થી અને ચિલ્ડ્રન્સ યુનીવસિટીનાં અધ્યક્ષ ડો. કૃણાલ પંચાલ તેમજ દેવભૂમિ દ્વારકાનાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી..