રાવલમાં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળતા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ શહેર મુકામે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે બેસી નિહાળેલ હતો.

રાવલ શહેર ભાજપ પ્રભારી ટપુભાઈ સોનગરા અને રાવલ શહેર ભાજપ પ્રમુખ રસિકભાઈ થાનકી, રાવલ શહેર ભાજપ મહામંત્રી રાણાભાઇ જમોડ, રામદેવભાઈ જાદવ, રાવલ શહેર ભાજપ ઉપપ્રમુખ રામસિંહભાઇ વારોતરીયા, રાવલ નગરપાલિકા સદસ્ય લીનાબેન લહેરુ, રાવલ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ નિલેશભાઈ પરમાર, જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખ લતાબેન અગ્રાવત તથા રાવલ શહેર ભાજપ કાર્યકર્તા રાકેશભાઈ લહેર તથા ભાવનાબેન મશરૂ હાજર રહ્યા હતા.